મોરબી તાલુકા પોલીસ મથકમાં ત્રણ ફરિયાદ નોંધાઈ મોરબી : થાનગઢ પોલીસે મોરબીની બાઈક ચોર ગેંગને 16 ચોરાઉ મોટર સાયકલ સાથે ઝડપી લીધા બાદ હવે રહી રહીને મોરબી પોલીસ દ્વારા બાઈક ચોરી અંગેની ફરિયાદો નોંધવાનું ચાલુ કર્યું છે. જે અન્વયે ગઈકાલે મોરબી તાલુકા પોલીસ મથકમાં જુદા - જુદા ત્રણ બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. મોરબી તાલુકા પોલીસ મથકમાં ગઈકાલે લાલપર ગામે રહેતા દેવજીભાઈ મગનભાઈ બારેજીયા તેમજ અન્ય બે સાહેદોએ બાઈક ચોર ગૌતમભાઈ ટપૂભાઈ ડાભી રહે, થાનગઢ રૂપાવટી રોડ દલવાડીનગર જી.સુરેન્દ્રનગર(૨) વિકાશભાઈ ભરતભાઈ પનારા રહે, થાનગઢ રૂપાવટી રોડ રામાધણીના નેસડામાં જી.સુરેન્દ્રનગર(૩) રાકેશભાઈ દેવજીભાઈ મકવાણા રહે, મોરથળા તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર વાળા વિરુધ્ધ ત્રણ મોટર સાયકલ કિંમત રૂ.60,000 ચોરી થવા મામલે બે માસ પૂર્વેના બનાવમાં ફરિયાદ નોંધાવી છે. લાલપર ગામ તથા આજુ બાજુ વિસ્તારમાંથી બાઈક ચોરવા મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPC કલમ- ૩૭૯,૧૧૪ મુજબ ગુન્હો નોંધી આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કબજો લેવા તજવીજ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..