મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે રવિવારે 184 સ્થળો ઉપર વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે 36 હજાર ડોઝ ફાળવવામાં આવ્યા છે. આ કેમ્પમાં બાકી હોય તેવા નાગરિકોને વેકસીન લેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે. મોરબી જિલ્લામાં વેકસીનેશનની કામગીરીને તેજ બનાવવામાં આવી છે. આવતીકાલે રવિવારના રોજ જિલ્લામાં વેકસીનની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 184 સ્થળોએ વેકસીન આપવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. મોરબી તાલુકામાં 55 સ્થળોએ, માળિયા તાલુકામાં 16, વાંકાનેર તાલુકામાં 48, ટંકારા તાલુકામાં 24 અને હળવદ તાલુકામાં 41 સ્થળોએ વેકસીન કેમ્પ યોજાશે. આ માટે આરોગ્ય વિભાગ દ્વારા વેકસીનના 36220 ડોઝ પણ ફાળવવામાં આવ્યા છે.