મોરબી : મોરબીમાં જે. એ. પટેલ મહિલા કોલેજ ખાતે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. મોરબીમાં દિવ્ય જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ દ્વારા જે. એ. પટેલ મહિલા કોલેજ ખાતે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જે. એ. પટેલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે જાદવ દિશા, દ્વિતીય ક્રમે ડાંગર તેજલ અને તૃતિય ક્રમે અગોલા વૈશાલી તેમજ નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ ક્રમે ડાભી વૈશાલી, દ્વિતીય ક્રમે શેરસિયા દિશા તેમજ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે નકુમ ઈશા, દ્વિતીય ક્રમે વૈષ્નાણી માનસી અને તૃતીય ક્રમે રાજભર રૂપાલીએ સ્થાન મેળવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..