ટંકારા તાલુકાના વાછકપર ગામની ઘટના ટંકારા : ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા આધેડને વહેલી સવારે યમદૂત બનીને ઉધરસ આવતા બેભાન બની જતા 108 મારફતે રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નીપજ્યું હતું ટંકારા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા રાજેશભાઇ કરશનભાઇ સાકરીયા ઉ.વ. ૫૦ ને વહેલી સવારે ચારેક વાગ્યે પોતાના ઘરે સુતા હતા ત્યારે ઉધરસ આવતા બેભાન હાલત મા ૧૦૮ મા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના ડો. કેશા કોઠારીએ જોઇ તપાસી મરણ ગયેલ જાહેર કર્યા હતા. આ ઘટના અંગે ટંકારા પોલીસે સીઆરપીસી 174 મુજબ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..