મોરબી : સોઓરડી વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર પોટરી તાલુકા શાળાથી પી.પી.ડબ્લ્યુ પોસ્ટ ઓફીસ સુધીમાં માર્ગ ઉપર ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ છે. તેથી રાત્રે અંધારપટ્ટ સર્જાઈ છે. આ રોડ ઉપર વાહનોની મોટી અવરજવર રહે છે. તેમજ સંખ્યાબંધ દુકાનો આવેલી છે. લાઈટો બંધ હોવાને કારણે વાહન ચાલકો અને વેપારીઓને ભારે તકલીફ પડે છે. જો કે આ રોડ ઉપર જિલ્લા કલેક્ટર સહિત અનેક અધિકારીઓની કચેરીઓ આવેલી હોય આ રોડ પરની બંધ લાઈટો કેમ કોઈને દેખાતી નથી ? તે સો મણનો સવાલ છે. લાંબા સમયથી લાઈટો બંધ હોવા છતાં ચાલુ કરવાની કોઈ કાર્યવાહી કરાતી ન હોય લોકોની પરેશાની વધી રહી છે.તેથી વ્હેલાસર તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.