વાંકાનેર : પરિવારજનોએ સદગતના સ્મરણાર્થે ઘીયાવડ પ્રાથમિક શાળાને 10 નંગ ગ્રીન/વ્હાઇટ બોર્ડ (માપ - 4*6) અને માર્કર-ઇન્ક, ચોક, ડસ્ટર, સેટનું દાન આપી સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વાંકાનેર નિવાસી વિશાલભાઈ શાહુના મોટાભાઈ સ્વ. દિપકભાઈ (રહે. રાજકોટ શહેર)નું તા.19/9/2021 ના રોજ અવસાન થયેલ હતું. સ્વ. દિપકભાઈના સ્મરણાર્થે યોગ્ય જગ્યાએ દાન પુણ્ય કરવાની ઇચ્છાર્થે દીપકભાઈના બંને સંતાનોના હસ્તે તેમના ભાઈ વિશાલભાઈ તરફથી પ્રેરણા અને ઉદાહરણ રૂપ 10 નંગ ગ્રીન બોર્ડ અને માર્કર- ઇન્ક, ચોક, ડસ્ટરનું દાન આપેલ છે. ધાર્મિક સ્થળોએ બધા દાન કે ભેટ આપે, પણ શાળામાં 'બાલ દેવો ભવ:' ના સૂત્રને સાર્થક કરતા ઉત્તમ વિચારના લીધે શાહુ પરિવારના આ સુકાર્ય માટે તેમના પરિવારનો શાળા પરિવાર વતી આભાર માનવામાં આવ્યો છે. ઉપરોક્ત ખરીદી પ્રક્રિયામાં ઓમ સ્ટેશનરી, વાંકાનેરનો પણ વિશેષ સહકાર ઉલ્લેખનીય છે. તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..