મોરબીમાં સમગ્ર નવરાત્રી દરમિયાન મહંત આ રીતે અનુષ્ઠાન કરશે મોરબી : મોરબીમાં હરિહર ઉદાસીન આશ્રમના મહંત મુરલીદાસ બાપુ નવરાત્રી દરમિયાન જમીનમાં શરીર દાટી અન્ન-જળ વિના માતાની ભક્તિ કરી રહ્યા છે. પીપળી-માળીયા હાઇવે પર આવેલ હરિહર ઉદાસીન આશ્રમના ગુરુ ભગવાનદાસ બાપુના આશીર્વાદથી મહંત મુરલીદાસ બાપુ નવરાત્રી નિમિત્તે પ્રજાના કલ્યાણ અર્થે કષ્ટદાયક અનુષ્ઠાન કરી રહ્યા છે. જેમાં મુરલીદાસ બાપુએ આશ્રમ ખાતે નવરાત્રીના નવ દિવસ દરમિયાન જમીનમાં માટીની અંદર શરીર દાટી અન્ન-જળ ત્યાગી માતાનું ભજન કરી રહ્યા છે. ત્યારે મોરબીની ધર્મપ્રેમી પ્રજાને સંત મુરલીદાસ બાપુના દર્શન કરવા આશ્રમની યાદીમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..