સશક્ત સીમા સુરક્ષા દળમાં ફરજ દરમિયાન અસહ્ય ત્રાસ આપતા ગોરી ઘનશ્યામપુરના જવાને જાતે ગોળી મારી લીધી હળવદ : જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા હળવદના ગોરી ઘનશ્યામપુરના ફૌજી જવાને ઉપરી અધિકારીઓના ત્રાસથી જાતે ગોળી મારી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા જવાનના પરિવારજનો જમ્મુ કાશ્મીર દોડી ગયા છે. જમ્મુ કાશ્મીરમાં આંતકીઓ બેફામ બન્યા છે ત્યારે સશક્ત સીમા સુરક્ષા દળમાં જીવના જોખમે ફરજ બજાવતા હળવદ તાલુકાના ગોરી ઘનશ્યામપુરના વતની હસમુખભાઈ સોનગ્રા નામના ફૌજી જવાનને ઉપરી અધિકારીઓ દ્વારા અસહ્ય ત્રાસ આપી સતત ફરજ ઉપર મોકલવા આવતા હોવાની સાથે સેનામાંથી હાંકી કાઢવા દબાણ કરતા હોય હસમુખભાઈએ આ ત્રાસથી કંટાળી એક ઓડિયો કલીપ વાયરલ કરી પોતાની જાતે ગોળી મારી લેતા હાલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે. વધુમાં હસમુખભાઈએ વાયરલ કરેલી ઓડિયો ક્લિપમાં તેઓ સાચા દેશભક્ત તરીકે ભારતીય સેનામાં ફરજ બજાવવાનું ગર્વ લેતા હોવાનું પરંતુ કેટલાક ઉચ્ચ અધિકારીઓના કારણે આર્મી જવાનને હેરાનગતિ થતી હોવાનો ઉલ્લેખ કરેલ છે. ઉપરાંત હસમુખભાઈ પોતાના પરિવારમાં પત્ની અને બાળકને પણ જમ્મુ કાશ્મીર લઈ ગયા હોય ઉચ્ચ અધિકારીઓ પરિવારને છોડી દેવા પણ ધમકાવતા હોવાનું નામ જોગ જણાવ્યું છે. જો કે, હાલ હસમુખભાઈની ઘનિષ્ઠ સારવાર ચાલી રહી છે અને ગોરી ઘનશ્યામપુર ગામેથી તેમના પરિવારજનો જમ્મુ કાશ્મીર પહોંચી ગયા છે અને સમગ્ર બનાવ મામલે સેનાના ઉચ્ચ અધિકારીઓને આપવીતી જણાવવા તજવીજ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..