વાંકાનેર : વાંકાનેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ગરબી મંડળને સ્પીકરો ભેટ અપાતા કોમી એકતાના દર્શન થયા હતા. વાંકાનેર શહેરના યુવા મુસ્લિમ અગ્રણી અને સામાજિક કાર્યકર સરફરાઝભાઈ મકવાણા અને ટીમ દ્વારા ગઈકાલે વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રામજી મંદિર ચોક ખાતે વર્ષોથી પરંપરાગત રીતે યોજતી શક્તિ ગરબી મંડળમાં બે જોડી સ્પીકર ભેટ આપવામાં આવ્યા હતા. આમ, તેઓએ હિન્દુ-મુસ્લિમ કોમી એકતાનું અનેરૂ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..