નરાધમ મુન્નાને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી મોરબી તાલુકા પોલીસ મોરબી : મોરબી તાલુકાના રફાળીયા ગામની સીમમાં આવેલ સિરામીક ફેકટરીમાં કામ કરતી શ્રમિક મહિલા કુદરતી હાજતે જઈ પરત આવતી હતી ત્યારે એક ઇસમે બાવળની ઝાડીમાં ઢસડી જઈ આબરૂ લૂંટવા પ્રયાસ કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ ગંભીર ઘટનામાં તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં જ લુણસર રોડ ઉપર ટોલનાકા નજીક રહેતા શખ્સને દબોચી લીધો છે. પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મૂળી તાલુકાના માનપર ગામના વતની અને હાલ રફાળીયા ગામે કલ્યાણ બોસ સેનેટરી વેર કારખાનામાં રહી મજૂરી કામ કરતા મનીષાબેન સંજયભાઇ સત્રોટીયા ગઈકાલે કુદરતી હાજતે જઈ પરત આવતા હતા ત્યારે વાંકાનેર તાલુકાના લુણસર રોડ ઉપર ટોલનાકા નજીક રહેતા મુનાભાઇ પલ્લુભાઇ ગીરવાલ નામના શખ્સે બળજબરી કરી હતી. વધુમાં આરોપી મુન્નાએ મનીષાબેન સાથે બળજબરી કરી મોઢા ઉપર સાડી વડે ડૂમો દેતા નરાધમના નખ તેમને મોઢાના ભાગે લાગાડી તેમજ ગળુ દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી મુન્નો તેમને બાવળની ઝાડીમાં ઢસડી ગયો હતો અને બળજબરી લાજ લેવાની કોશીશ કરતા મનીષાબેન બુમાબુમ કરી નરાધમથી પોતાની જાતને બચાવી હતી. આ ગંભીર બનાવ મામલે મનીષાબેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મુન્ના ભરવાડ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૫૪,૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી ત્વરિત કાર્યવાહી કરી નરાધમને ઝડપી લીધો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..