મોરબી : મોરબીમાં રોટરી ક્લબ દ્વારા નિ:શુલ્ક ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાયો હતો. ગત તારીખ 3 ને રવિવારના રોજ રોટરી ક્લબ મોરબી દ્વારા નિ:શુલ્ક ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગીર (સાસણ) ના પ્રખર વૈધ જીગ્નેશભાઈ પટેલ દ્વારા નિદાન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં 65 વ્યક્તિઓએ લાભ લીધેલ હતો. આ કેમ્પ મહારાજા લખધીરજી એન્ડાઉન્મેન્ટ ટ્રસ્ટ સંચાલિત દવાખાનામાં રાખવામાં આવેલ હતો. આ કેમ્પને સફળ બનાવવામાં રોટરી ક્લબના સભ્યો અશોકભાઈ મહેતા, સિદ્ધાર્થભાઈ જોશી, મનુભાઈ પટેલ, ભરતભાઇ કાનાબાર, હરીશભાઇ શેઠ, સંજયભાઈ છનિયારા, પ્રકાશભાઈ દોશી, સંજયભાઈ ગોસ્વામી, પ્રેસિડેન્ટ બંસી શેઠ તથા સેક્રેટરી રસિદા લાકડાવાલાએ જહેમત લીધેલ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..