પ્રથમ તાલુકા કક્ષાએ અંડર-૧૯ કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, અને એથ્લેટીક્સ સ્પર્ધા અને ત્યાર બાદ જિલ્લા કક્ષાએ સ્પર્ધા યોજાશે મોરબી : યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના આદેશ મુજબ ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન અંડર-૧૯ શાળાકીય રમત ગમત સ્પર્ધાઓ તથા અન્ય રમત ગમત સ્પર્ધાઓના આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તાલુકા કક્ષાએ અંડર-૧૯ કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, અને એથ્લેટીક્સ સ્પર્ધા અને ત્યાર બાદ જિલ્લા કક્ષાએ સ્પર્ધા યોજાશે.આથી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મોરબી જિલ્લાની પ્રાથમિક,માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓને એન્ટ્રી મોકલી દેવા અનુરોધ કરાયો છે. વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન અંડર-૧૯ શાળાકીય રમત સ્પર્ધાઓ તથા અન્ય રમત સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવાના ગાંધીનગરથી પરિપત્ર સંદર્ભે પ્રથમ તાલુકા કક્ષાએ અંડર-૧૯ કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, અને એથ્લેટીક્સ (ભાઈઓ/બહેનો) સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે અને ત્યાર બાદ જિલ્લા કક્ષાએ આ સાથે સામેલ સ્પર્ધા કાર્યક્મ મુજબ સ્પર્ધાઓ યોજવામાં આવશે. તાલુકાકક્ષાએ અંડર-૧૯ કબડ્ડી, ખો-ખો,વોલીબોલ અને એથ્લેટીક્સ (ભાઈઓ/બહેનો) સ્પર્ધામાં ભાગ લેવા માંગતી શાળા/સંસ્થાઓએ તેમના પ્રવેપત્રો પોતાના તાલુકા કન્વીનરોને તા.૦૮/૧૦/૨૦૨૧ સુધીમાં મોકલી આપવાના રહેશે. તાલુકા કન્વીનર અંડર-૧૯ કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથ્લેટીક્સ રમતોનું તાલુકા કક્ષાએ તા.૧૦/૧૦/૨૦૨૧ સુધીમાં આયોજન પુર્ણ કરી જિલ્લામાં ભાગ લેવા માટેના પ્રવેશપત્રો જિલ્લા કન્વીનરઓને મોકલવાના રહેશે. સીધી જિલ્લા કક્ષાએ યોજાનાર રમતોમાં ભાગ લેવા માંગતી શાળા-સંસ્થાઓએ તેમના પ્રવેશપત્રો તા.૦૯/૧૦/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીના (ઈ-મેઈલ: dsomorbi36@gmail.com )_ ઈમેલ મોકલવાનો રહેશે. સમય મર્યાદા બહાર આવેલ કે અધુરી વિગતવાળા પ્રવેશપત્રોને રદને પાત્ર થશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..