રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ મોહનભાઇ સહિતના આગ્રણીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારોહ યોજાયો મોરબી : મોરબી જિલ્લામાં અગાઉ કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની મોટી ઉણપ સર્જાઈ હતી.જેના કારણે હજારો દર્દીઓ હેરાન થયા હતા અને અમુક લોકોને ઓક્સિજનના અભાવે જીવ ગુમાવવા પડ્યા હતા.ત્યારે ભવિષ્યમાં આવી ઘટનાઓના નિવારણ અને ઓક્સિજનની અછત પુરી કરવા માટે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ કરાયો છે જેનું આજે રાજ્યના વાહન વ્યવહાર મંત્રીના હસ્તે લોકર્પણ કરાયુ હતું. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંભવિત કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે આગોતરા આયોજન કરવામાં આવ્યા છે.જે અન્વયે મોરબી સરકારી હોસ્પિટલમાં દર્દીઓ માટે મહત્વની સુવિધાઓ વધારવા આવી છે. જેના ભાગરૂપે આજે પીએમ મોદી દ્વારા દેશભરમાં સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકર્પણ કરવામાં આવ્યું હતું અને મોરબીની જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ ખાતે રાજયમંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિતીમાં ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..