મોરબી : મોરબી જિલ્લાના સરવડ ગામ ખાતે આવેલ આઈશ્રી નાગબાઈ ગૌશાળા દ્વારા પિતૃ અમાસ નિમિત્તે ગૌસેવકો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગઇકાલે તા. 6ને બુધવારના રોજ પિતૃ માસની અમાસને દિવસે સરવડ મુકામે આવેલી 'આઈશ્રી નાગબાઈ ગૌશાળા' દ્વારા ફાળો એકત્ર કરવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ચીફ ગેસ્ટ તરીકે નાનજીભાઈ પટેલ (હૈદરાબાદ, લવ ફોર કાવ ફાઉન્ડેશન) ઉપસ્થિત રહ્યા હતા. ગૌશાળામાં દાન આપનાર, ફળફળાદી ધરાવનાર, મુલાકાતીઓએ ભોજનનો લાભ લીધો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..