મોરબી : વાંકાનેરના નાના જડેશ્વર અને મોટા જડેશ્વર વચ્ચે બે મોટર સાયકલ સામસામે અથડાતા મોરબી રહેતા એસટી બસના ડ્રાઇવરને પગમાં ફ્રેક્ચર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મોરબીના નાની વાવડી ગામે ખોડિયાર સોસાયટીમાં રહેતા એસટી બસના ડ્રાઇવર શૈલેષભાઇ રમણીકભાઇ રાવલ પોતાનું મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે નાના જડેશ્વર અને મોટા જડેશ્વર વચ્ચે ગોળાઈમાં સામેથી રોંગ સાઈડમાં આવેલા મોટર સાયકલ નમ્બર GJ-03-EK-4289ના ચાલકે સામે ભટકાડી જમણા પગમાં ફ્રેક્ચર કરી નાખતા શૈલેષભાઇએ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે શૈલેશભાઈની ફરિયાદના આધારે બાઈક નંબરના આધારે ઇ.પી.કો કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..