મોરબી : કોલડ્રિન્કસની એક જાહેરખબરમાં ચીતો કોલડ્રિન્કસનું ટીન ગળી જતો બતાવી ચિતા ભી પીતા હૈ ! ના ટેગ સાથેની જાહેરાત લોક ચીભે ચડી છે તેવા એક કિસ્સામાં મોરબીમાં ચીતો ઉપનામ ધરાવતો શખ્સ 5 બોટલ દારૂ સાથે ઝડપાતા ચિતા ભી પીતા હૈ નહિ ચિતા પીલાતા હૈ જેવો ઘાટ સર્જાયો છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે ઘાંચી શેરીમાંથી પંચાસર રોડ મહેન્દ્રપરા 14માં રહેતા સાજીદ ઉર્ફે ચીતો કાદરભાઇ લધાણીને રોયલ ચેલેન્જ એટલે કે આરસીની 5 બોટલ સાથે ઝડપી લીધો હતો. આરોપી વિરુદ્ધ પોલીસે પ્રોહીબિશન કલમ ૬૫-A-A, ૧૧૬-B, મુજબ ગુન્હો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..