મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામમાં શનિવારે ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. નિરાધાર ગૌ-માતાના લાભાર્થે ગામ રાજપર મુકામે રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 9ને શનિવારના રોજ રાત્રે 9-30 કલાકે ઐતિહાસિક નાટક ‘સેતલનાં કાંઠે આલણ દેવરો'નું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં યુટ્યુબ સ્ટાર વિજુડી અને તેની ટીમ પ્રેષકોને હસાવશે. તેમજ નકલંક ધામ-બગથળાના દામજી ભગત આશીર્વચન આપશે. તો ગૌ-ભક્તો દાતાઓને સહભાગી થવા કાર્યક્રમમાં પધારવા આયોજકોએ આમંત્રણ આપ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..