પોલીસના ડર વગર છરી, બંદૂક સાથે લઈને બિન્દાસ્ત ફરતા લોકોએ કાયદો વ્યવસ્થાની પોલ છતી કરી : પંચાસર રોડ ઉપર પાનની દુકાને ઉભેલા શખ્સને એલસીબીએ દબોચ્યો મોરબી : ઔદ્યોગિક નગરી મોરબીમાં છરી, બંદૂક લઈને જાહેરમાં ફરતા ઇસમોને પોલીસનો જાણે ડર જ રહ્યો ન હોય તેવી સ્થિતિમાં છેલ્લા અઠવાડિયામાં બંદૂકડી અને ધારદાર છરા સાથે અનેક લોકો પકડાયા હોવા છતાં ગઠિયા દાદાઓ હજુ પણ જાહેરમાં બંદૂક જાણે રમકડું હોય તેમ સાથે લઈને ફરી રહ્યા છે. ગઈકાલે એલસીબી ટીમે પંચાસર રોડ ઉપર પાનની દુકાને ઉભેલા શખ્સના પેન્ટના નેફામાંથી પિસ્તોલ પકડી પાડી છે. મોરબી એલસીબી ટીમના પો. હેડ કોન્સ. શકિતસિંહ ઝાલા તથા સહદેવસિંહ જાડેજાએ બાતમીને આધારે મોરબીના પંચાસર ચોકડી પાસે આવેલ ડિલક્સ પાનની દુકાન નજીકથી હીતેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા રહે. પંચાસર વાળાને ઝડપી લઈ અંગ ઝડતી કરતા પેન્ટના નેફામાથી દેશી હાથ બનાવટની પીસ્તોલ કિમત રૂ. 10 હજાર તથા કાર્ટીઝ નંગ 1 કિંમત.રૂ.100 મળી કુલ રૂપિયા 10,100ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડી તેની વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે આર્મસ એકટ કલમ ૨૫(૧-બી),એ, મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો. આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઇ ફુગસીયા, રણવીરસિંહ જાડેજા અને સતીષભાઇ કાંજીયા વગેરે દ્વારા કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..