અંજાર નજીક છોટા હાથી પલટી જતા દુર્ઘટના સર્જાઈ : બે ઇજાગ્રસ્ત મોરબી : મોરબીથી માતાના મઢ વચ્ચે પદયાત્રીઓની સેવા કરી પરત ફરી રહેલા સેવાભાવીના છોટાહાથી વાહનને અંજાર નજીક અકસ્માત નડતા એકનું મોત નિપજ્યું હતું જ્યારે બે જણ ને ઈજા પહોંચી હતી. મોરબીથી સાત સેવાભાવી કાર્યકરો છોટા હાથીમાં સામાન લઈ સેવા માટે નીકળ્યા હતા. સેવા બાદ પરત અંજારમાં જેસલ તોરલની સમાધિના દર્શન કરી તેઓ પરત મોરબી આવી રહ્યા હતા ત્યારે અંજાર નજીક ભીમાસર નજીક સામેથી આવતી ટ્રકથી બચવાની કોશિશમાં છોટા હાથી પલ્ટી મારી ગયું હતું. છોટા હાથી પલ્ટી મારી જતાં મોરબીના યુવાન જગદીશ મોહનભાઈ સોલંકીનું માથામાં ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું. જ્યારે નરેશ કાળુભાઇ સોલંકી તેમ જ મહેશ મનુભાઈ વાઘેલાને ઈજા થતાં તેમને અંજારની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. અકસ્માતની ઘટનામાં અંજાર પોલીસે છોટા હાથીના ચાલક તુલસી ધનજીભાઈ સોલંકી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..