સારવાર દરમ્યાન મોત થતા તાલુકા પોલીસે બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી મોરબી : મોરબીના કોયલી ગામે ખેતશ્રમિકે વખ ઘોળ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ખેતશ્રમિકનું સારવાર દરમ્યાન મોત થતા તાલુકા પોલીસે બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કાયલી ગામની સીમમાં આવેલી વાડીએ ખેતમજૂરી કરતા અક્ષયભાઈ દીનેશભાઈ નાયકા (ઉ.વ.૨૦) નામના યુવાને ગત તા.૧ ના રોજ કોયલી ગામની સીમમાં આવેલી વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં તેનું સારવાર દરમ્યાન તા.૪ ના રોજ મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આપઘાતના બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..