મોરબી : કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા નાના મોટા ધંધા રોજગાર કરતા પરિવારોનો એક ડેટાબેઝ તૈયાર કરવા માટે ઇ-શ્રમિક કાર્ડની નોધણી કરવાની શરૂઆત કરવામાં આવી છે. જો કે મોરબી જિલ્લામાં રજીસ્ટ્રેશન વેબસાઈટ પર વધુ લોડ હોવાના કારણે સર્વર ડાઉન રહેવાથી શ્રમજીવી લાભાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં શ્રમજીવી પરિવારની નોધણીનો કાર્યકમ ચાલી રહ્યો છે. ભારત સરકાર દ્વારા શ્રમજીવી પરિવારો માટે ઇ-શ્રમિક કાર્ડથી નાના-મોટા ધંધા-રોજગાર કરતા પરિવારો માટે આર્શીવાદ સમાન છે ત્યારે ઇ-શ્રમિક કાર્ડ માટે સરકારની વેબસાઇટ પર સવારથી મોડી રાત્ર સુધી સમગ્ર દેશમાં ઓપરેટરો કામ કરી રહ્યા હોવાને લઇ ગુજરાતનાં પરિવારો કાર્ડનો લાભ લીધા વીના અર્ધવચ્ચે રઝડી પડ્યાં છે. છેલ્લા ચાર દિવસથી સમગ્ર મોરબી જિલ્લામાં શ્રમજીવી પરિવારોએ ધંધો રોજગાર બંધ રાખી કાર્ડનો લાભ લેવા પહોંચે છે, પરંતુ સર્વર ડાઉન હોવાને લઇ લાભ ના મળતાં લોકોએ સરકારની વેબસાઇટ અને મંથરગતિએ નીકળતા કાર્ડને લઈ સંચાલકો અને સરકાર સામે રોષ વ્યક્ત કરી કામ ઝડપથી ચાલુ થાય તેવી માંગ ઉઠાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..