ટંકારા : ટંકારા તાલુકામાં ડેન્ગ્યુના વધતા કેસોની સામે જરૂરી પગલા લેવા બાબતે ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજા દ્વારા ડી.ડી.ઓ.ને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હાલ ડેન્ગ્યુના કેસો ખૂબ જ આવી રહ્યા છે. હાલ ચોમાસાની સિઝન પૂરી થવાના આરે છે ત્યારે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડેન્ગ્યુએ માથું ઉચક્યું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં દવાઓના છંટકાવ કરવા ડીડીટીનો છટકાવ કરી ડેન્ગ્યુના કેસો અટકે તે માટેના તમામ પ્રયાસો કરવાની રજૂઆતમાં માંગ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..