મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે બુધવારે 102 સ્થળો ઉપર વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે 7890 ડોઝ ફાળવવામાં આવ્યા છે. આ કેમ્પમાં બાકી હોય તેવા નાગરિકોને વેકસીન લેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે. મોરબી જિલ્લામાં વેકસીનેશનની કામગીરીને તેજ બનાવવામાં આવી છે. આવતીકાલે બુધવારના રોજ જિલ્લાના 102 સ્થળોએ વેકસીન આપવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેમાં મોરબી તાલુકામાં 36 સ્થળોએ, માળિયા તાલુકામાં 12, વાંકાનેર તાલુકામાં 32 અને હળવદ તાલુકામાં 22 સ્થળોએ વેકસીન કેમ્પ યોજાશે. આ માટે આરોગ્ય વિભાગ દ્વારા વેકસીનના 7890 ડોઝ પણ ફાળવ્યા છે.