ટંકારા : ટંકારા પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં વન મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું. જેમાં તાલુકાના રાજકીય અગ્રણી અને સંસ્થા પ્રતિનિધિ હાજર રહ્યા હતા. રાજકોટ મોરબી રોડ પર ટંકારા પોલીસ મથક બહાર નવનિર્માણ બગીચામાં વન મહોત્સવ અંતર્ગત ફોજદાર બી. ડી. પરમાર અને એ. વી. ગોંડલિયા સાથે સ્ટાફ ઉપરાંત તાલુકાના સરપંચો અને અગ્રણી નેતાઓ હોમગાર્ડ જવાન અને જી.આર.ડી. જવાનો સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. આ તકે મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ પ્રભુલાલ કામરીયા, દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટના આચાર્ય રામદેવ, યુવા એડવોકેટ અને કાયદા તજજ્ઞ સંજયભાઈ ભાગિયા, દિનેશભાઈ વાધરિયા, રૂપસિંહ ઝાલા, રશિકભાઈ દુબરીયા, ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી, હસુભાઈ દુબરીયા ગણેશભાઈ નમેરા, નિલેશ પટણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..