મોરબી : અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટીની કચેરી અમદાવાદના વડા ડો.કે.એલ.એન.રાવની સુચના હેઠળ રાજ્ય કક્ષાના વન મહોત્સવ ૨૦૨૧ નિમિતે મોરબી સબ જેલ ખાતે નગરપાલીકાના સભ્ય આશીકભાઇ ધાંચી તેમજ મોરબી સામાજીક વનીકરણ વિભાગના સોનલબેન શીલુના હસ્તે વુક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ સોનલબેન દ્વારા માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.