મોરબી : મોરબી જીલ્લા કક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં પી.જી.પટેલ કોલેજે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તેમજ જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જીલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા 2021-22 નુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા પ્રાચીન ગરબા સ્પર્ધામા પ્રથમ સ્થાને પી.જી.પટેલ કોલેજ - મોરબી, દ્વિતીય સ્થાને તક્ષશિલા સ્કુલ-હળવદ, તૃતીય સ્થાને એલ.કે. સંધવી ગલ્સ સ્કુલ-વાકાનેર રહ્યા હતા. આ સ્પર્ધામા પ્રથમ ક્રમાંક મેળવનાર પી.જી.પટેલ કોલેજ આગામી સમયમા રાજ્ય કક્ષાએ મોરબી જીલ્લાનુ પ્રતિનિધિત્વ કરશે. આ રાસ ગરબાની તૈયારી અને પ્રેકટીસ પી.જી.પટેલ કોલેજના પ્રો. હિતેન્દ્રસિહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામા આવી હતી. આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, જીલ્લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, અને પ્રાંત યુવા વિકાસ અધિકારી નિરતિબેન અંતાણી ખાસ હાજર રહયા હતા. આ તકે સ્પર્ધામા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓને તેમજ પ્રો. હિતેન્દ્રસિહ જાડેજાને સંસ્થાના પ્રમુખ દેવકરણભાઇ આદ્રોજા અને સંસ્થાના આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..