મોરબી : મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા આગામી દિવસોમાં સન્માન સમારોહ યોજવામાં આવનાર છે. મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા બારમા વિદ્યાર્થી સન્માન સમારોહ તથા માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ આગામી દિવસોમાં રાખવામાં આવશે. આથી વિદ્યાર્થીઓએ તેમાં સન્માનિત થવા માટે તારીખ 20 ઓક્ટોબર સુધીમાં માર્કશીટ મોકલવાની રહેશે. ત્યારબાદ માત્ર લેખિત પ્રમાણપત્ર મળશે. વિદ્યાર્થીઓએ વર્ષ 2020-'21માં અભ્યાસ કરી પરીક્ષા આપેલી હોવી જોઈએ. વિદ્યાર્થીઓએ એસ.એસ.સી. અને એચ.એસ.સી.માં 60% કે તેથી વધુ ગુણ તથા અન્ય ડીગ્રીઓ માટે 50 ટકા કે તેથી વધુ ગુણ હોવા જોઈએ. વિદ્યાર્થીઓએ મોરબી જિલ્લા વિસ્તારના કેન્દ્રમાંથી પરીક્ષા આપી હોવી જોઈએ અને કેન્દ્રમાંથી પરીક્ષા આપેલી ન હોય તો વિદ્યાર્થીઓના માતા-પિતા મોરબી જિલ્લા વિસ્તારમાં રહેતા હોવા જોઇએ અને વિદ્યાર્થીઓનું સરનામું અને મોબાઈલ નંબર ફરજિયાત છે. તેમજ 31/12/2021 સુધીમાં નિવૃત્ત થતા કર્મચારીઓએ પણ પોતાની માહિતી આપી શકે છે. વધુ માહિતી માટે અજયભાઈ ડાંગર (મો. 95744 98000) મયુરભાઈ ગજીયા (મો. 97374 78606) અને વિક્રમભાઈ ડાંગર (મો. 99795 09542)નો સંપર્ક કરી શકાશે, તેમ યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..