વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા ખાતે વન્ય પ્રાણી સપ્તાહ તથા ક્લિન ઈન્ડિયા અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેરની ઘીયાવડ પ્રાથમિક શાળા ખાતે તા.5ના રોજ 'વન્ય પ્રાણી સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિડી રામપરા અભયારણ્યના જયદીપસિંહ ઝાલા, વિપુલભાઈ ગોહેલ અને અન્ય સ્ટાફગણ ઉપસ્થીત રહેલો હતો. વન્ય પ્રાણીઓના જતન, રક્ષણ અને અભ્યારણ્યો વિશે શાળાના શિક્ષક મીરલબેન, દિનેશભાઇ દ્વારા તથા વિડી રામપરા અભયારણ્ય વિશે જયદીપ સિંહ ઝાલા એ બાળકોને માહિતી આપી હતી. વન્ય પ્રાણીઓ વિષયક 'ચિત્ર સ્પર્ધા'નું પણ આયોજન કરવામાં આવેલ હતું. આ સાથે જ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. કાર્યક્રમ બાદ બાળકોને વન વિભાગ તરફથી અલ્પાહાર કરાવવામાં આવેલ હતો. આ સાથે જ 'ક્લિન ઈન્ડિયા' કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સ્વચ્છતાની થીમ પર બાળકો એ સુંદર ચિત્રો દોરેલા હતા. વિજેતા બાળકોને આચાર્ય વિરેન્દ્રસિંહ પરમાર તરફથી ઇનામ આપવામાં આવેલ હતા. તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..