સતા ઉપર તંત્રની તરાપને પગલે સરપંચો ઉપવાસ ઉપર ઉતરતા નેતાઓ દોડતા હળવદ:હળવદ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચની સત્તા ઉપર તરાપ મારવાના આક્ષેપ સાથે તાલુકાના સરપંચો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી આજથી હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે જ ઉપવાસ પર ઉતરી ગયા હતા. જોકે જિલ્લા પંચાયત પ્રમુખે મધ્યસ્થી કરતા આ ઉપવાસ આંદોલન સમેટાયું છે. 15મા નાણાપંચની વહીવટી મંજૂરી સમયસર ન મળવા ઉપરાંત આડેધડ અધિકારીઓની મનમરજી મુજબ અણઘડ આયોજન થતું હોવા સહિતના મુદ્દે હળવદ તાલુકાના સરપંચો આજથી હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા. જોકે જિલ્લા પંચાયત પ્રમુખે મધ્યસ્થી કરી રોકાયેલા કામ ઝડપથી થાય અને અધિકારીઓ સરપંચને વિશ્વાસમાં લઇ વિવિધ વિકાસના કામોનું આયોજન કરે તેવી બાંહેધરી આપતા સરપંચોનુ ઉપવાસ આંદોલન સમેટાયું હતું.