આશીકાને મૌલા અલી ગ્રુપ દ્વારા નાત શરીફ, વાયઝ શરીફ, ન્યાઝ શરીફ સહિતના કાર્યક્રમો યોજાશે (જનક રાજા દ્વારા) મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમા આશીકાને મૌલા અલી ગ્રુપ દ્વારા જશ્ને શહિદે ઇમામે હસન નિમિત્તે રાત્રે નાત શરીફ વાયેઝ શરીફ સાથે ન્યાઝ શરીફના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તા.૬/૧૦/૨૦૨૧ ને બુધવારના રોજ કોમી એકતાનાં પ્રતિક સમાન હિન્દુ-મુસ્લિમ બિરાદરો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં જશ્ને શહિદે ઇમામે હસન નિમિત્તે રાત્રે નાત શરીફ વાયેઝ શરીફ સાથે ન્યાઝ શરીફના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાત શરીફનાં મશહૂર શબ્બીર ચિશ્તી નાત શરીફ પેસ કરશે તેમજ શહેરનાં કાલિકા પ્લોટના મૌલાના અયુબ બાપુ બુખારી વાયેઝ શરીફ ફરમાવશે. આ કાર્યક્રમને સફળ બનાવવાં માટે આશીકાને મૌલા અલી ગ્રુપના કાર્યકરો તેમજ પ્રધાનમંત્રી આવાસનાં હિન્દુ-મુસ્લિમ બિરાદરો કોમી એકતા સાથે મોટી સંખ્યામાં જોડાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..