મોરબી : મોરબીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મહિલાઓને સ્વચ્છતા અને ખાતર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત તારીખ 2 થી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન નિમિત્તે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ, કૃષિ યુનિવર્સિટી મોરબી અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે બહેનોની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેન્દ્રમાં ફરજ બજાવતા હેતલબેન મણવર દ્વારા 'મારું ઘર સ્વચ્છ તો ગામ સ્વચ્છ, ગામ સ્વચ્છ તો મેરા ભારત સ્વચ્છ' સૂત્ર આધારે બહેનોને સ્વચ્છતા તંદુરસ્તીનો પાયો છે અને પોષણ વ્યવસ્થાની અગત્યતા ઉપર માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ પ્રસંગે બહેનોને ગામના કચરામાંથી અળસિયાનું ખાતર કઈ રીતે બનાવવુ, તે ઉપરાંત ગાયના છાણ અને ગૌમુત્રમાંથી જીવામૃત બનાવવા વિશે પ્રત્યક્ષ માર્ગદર્શન અપાયું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..