મોરબી : તા. ૪ ઓક્ટોબર એટલે ‘એનીમલ-ડે’. આપણે લોકો પર્યાવરણ-ડે, રોઝર્સ-ડે, ફ્રેન્ડશીપ-ડે, ડૉકટ૨-ડે જેવા દિવસો ઉજવીને ભૂલી જઈએ છીએ પરંતુ આ દિવસોએ આ અંગે આપણા પૈકી સારું કાર્ય સમાજલક્ષી થાય તો જ આ દિવસની ઉજવણની સાર્થકતા ગણાય. જેમ કે એનીમલ-ડે નિમીત્તે આપણે સૌ નીચે મુજબ જોડાઈ શકીએ. વિશ્વના તમામ શક્તિશાળી અને બુદ્ધિશાળી પ્રાણીઓ જેવા કે ગેંડો વગેરે વેજીટેરીયન છે. એટલે જ, માંસ ખાવાથી શક્તિ અને બુદ્ધિ આવે છે તે સદંતર ખોટી વાત છે. હકીકતમાં શાકાહાર જ સ્વસ્થ મનુષ્ય જીવનનો આધાર છે. આપણા શરીરને મૃત પશુઓ-પક્ષીઓ ન પધરાવીએ. કલ્યાણ મિત્રો, આજુનો યુગ છે પ્રમાણપત્ર અને વૈજ્ઞાનિક યુગ. આપણા ધર્મમાં ગાયને માતા કહી છે. અને કનૈયાએ પણ ગાયને માતા કહી છે પણ અત્યારે લોકો એનો વૈજ્ઞાનિક આધાર માંગે છે. મિત્રો, લોકકલ્યાણ અને પર્યાવરણની જાળવણી ખાલી ગાય જ નહીં દરેક પશુ-પક્ષીઓમાં ભગવાને શાતા આપવાની વ્યવસ્થા કરવાની મનુષ્યને શક્તિ આપી છે. જંગલ જેટલું પણ ઊભું છે, વનવગડો જેટલો ઊભો છે. જે આપણને ખૂબ પ્રિય છે. પ્રકૃતિને ઊભો કરવામાં પ્રભુએ તે વાવ્યું છે પણ સાથે તો પશુ-પક્ષીઓને લીધા છે. જેટલા જંગલ ઊભા છે, બધા પશુ-પક્ષીઓ દ્વારા ઊભા થયા છે. ચરક, ગોબર, ગૌમુત્ર, છાણ કે લીડીઓ દ્વારા જંગલનું નિર્માણ અને પોષણ થયું. મિત્રો, તેનું રક્ષણ થાય તેટલા માટે ખાસ આપણે જે ગાયની વાત કરીએ છીએ ત્યારે ગાયના ગોબર અને ગૌમૂત્રમાં એટલા બધા ઔષધો આપ્યા છે કે જેનું વર્ણન શક્ય નથી. એક ગાય જ એવી છે જે દેશી ગાય કે જેમાં સૂર્યકેતુ નાડી છે. સૂર્ય દ્વારા તે સંચય થાય છે અને એમાંથી આપણે જોઈએ તો ગાયનાં ગૌમૂત્રમાં અત્યારે સોનું પણ મળ્યું અને ૧૪૮ પ્રકારના ઔષધો તેમાંથી મળે છે. આપણે જોઈએ તો દરેક જીવો ખાય છે શું? વેલા અને પાંદડા હોય, મગફળીનો પાલો હોય. જે આપણો ખોરાક નથી અને આપણા માટે નકામુ છે. અને આપણા થકી જે કંઈ દાન છે તે દાન ખેડૂતોને સીધુ આપવામાં આવે છે. ગાય દાન ખાતી નથી પણ ખાસ ઘાય છે અને દરેક જીવ આપણે ખાવાના સિવાયની વસ્તુઓનું કચરો જ ખાય છે. ગોબર અને ગૌમૂત્ર દ્વારા જમીનનું નવસર્જન થાય છે એટલે ધરતીમાતાનું લાલનપાલન થાય છે. આપણા માટે જે ખોરાક બને છે. તેના થકી માણસ દયાવાન, કરૂણાવાન, જાતવાન થતો હતો અને યુરીયા થકી થતી ખેતીમાં રોગચાળો અને દવા જ ખાવી પડે અને બીમારીનો ભોગ બનવું પડે છે. બીમારીમાંથી જો રોગમુક્ત બનવું હોય તો ગાયનું લાલન-પાલન કરવું જ પડશે. જ્યાં સુધી જમીનમાં ગૌબર અને ગૌમૂત્રથી ખેતી થતી ત્યાં સુધી બીમારી આવતી જ ન હતી. પહેલાના લોકોમાં કરૂણા, દયા અને ભાવના હતી તે આજે વિસરાય ગયું. આપનો વાવેલો એક એક રૂપિયો દાન તે ગાય ખાઈ નથી જાતી, તે તમારી વાવણી થાય છે અને તે વાવણી દ્વારા ધરતીમાતાનું, માનવજાતનું અને પશુ-પક્ષીઓનું કલ્યાણ થાય છે. પાણી સુધરશે તો અન્ન અને મન સુધરશે. કુદરતી રીતે માનવ અને પશુ પક્ષીની જરૂરિયાત મુજબ પ્રભુએ નિર્માણ કરેલ છે, જેનો આપણા સ્વાર્થ ખાતર ઉપયોગ ના કરીએ. હાલમાં જીવના પશુઓની નિકાસ થઈ રહી છે જે લાંબા ગાળે ભારતને ખૂબ નુકસાન કરશે. ગૌધન પશુધનની જરૂરીયાત ખેડૂતને ખૂબ જ છે, પશુધનની ધરતીમાતાને ખૂબ જ જરૂર છે. ખેડૂતનો પુળા, વેલા પાલી જેવો કચરો પ્રજા માટે નકામો છે પરંતુ પશુનો ખોરાક છે, જે થકી ધરતી માતાને ગોબર, ગૌમૂત્ર રૂપી પાલન-પોષણ અને નવસર્જન મળે છે. દૂધ અને દૂધની બનાવટો માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે અને તેનો ઉપયોગ થાય તો સારું પોષણ મળે. બધા જ જીવોના મળમૂત્ર ધરતીમાતાની માવજત કરે છે, નવનિર્માણ કરે છે. આપણે સૌ સાથે મળીને દરેક પશુ-પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરીએ કેમ કે આપણે ૧૯૦૦ ફૂટ સુધીના બોર કર્યાં અને પાણી કાઢ્યું તે પાણી પર પ્રાણી માત્રના જીવનનો પણ આધાર છે અને ત્યાં સુધી પહોંચાડવાની જવાબદારી આપણી પણ છે. આજે શેરીમાં રખડતા કૂતરાને પાણી પણ નથી મળતું અને ભૂખ અને તરસને હિસાબ કરડવાના વધુ કિસ્સા પણ જોવામાં આવ્યા છે. સાથે સાથે જંગલોમાં પણ આ વ્યવસ્થા ન થઈ હોવાથી આજે સિંહોનું મૃત્યુ પણ કદાચ પાણી વગર થતાં હશે. માટે આ બધા આયોજનમાં આપણે પણ સહભાગી થઈએ તેવી સમાજ પાસે અપેક્ષા અને પ્રાર્થના અને તે જ સાચી એનીમલ-ડેની ઉજવણી. - ૨મેશભાઈ ઠક્કર (મો.૯૯૦૯૯૭૧૧૧૬) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..