ગઢની રાંગ પાસે બનેલી ઘટનામાં ચાર વિરુદ્ધ ફરિયાદ મોરબી : મોરબી શહેરમાં ગઢની રાંગ પાસે હેન્ડલુમના વેપારીને નાણાં ચૂકવવા ગયેલા અન્ય વેપારી સાથે માથાકૂટ કરી વેપારી કાકા ભત્રીજા અને કારીગરોએ મારમારતા ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મોરબી શહેરના લીલાપર રોડ ઉપર રહેતા રામપ્રતાપ દીનકરભાઇ ઝાલા ગઈકાલે રાજલક્ષ્મી હેન્ડલુમ નામની દુકાને હિસાબની લેતીદેતી માટે ગયા ત્યારે દુકાનના માલિક નીરવ પટેલ, નીરવ પટેલના કાકા તથા બે કારીગરોએ રામ પ્રતાપભાઈ સાથે બોલાચાલી કરી ઢીકા પાટુનો માર મારી ઇજાઓ પહોંચાડતા ચારેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે રામપ્રતાપભાઈની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..