કેમ્પમાં ૩૦૩ દર્દીઓએ લાભ લીધો : ૧૬૩ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરાશે મોરબી : રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમા ૩૦૩ દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં ૧૬૩ લોકોના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરાશે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-રાષ્ટ્રીય મહિલા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. મુક્તાબેન મકાણી તથા AHP અગ્રણી જગદીશભાઈ વાડોદરીયાની પ્રેરક ઉપસ્થિતીમા નિ:શુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીના ૩ કેમ્પમા કુલ ૯૬૫ લોકોએ લાભ લીધો હતો. રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૧૦-૨૦૨૧ સોમવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૩૦૩ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તે ઉપરાંત ૧૬૩ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવામા આવશે. રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે આવતીકાલે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. કેમ્પને સફળ બનાવવા જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. આગામી ૪ તારીખે દીવાળીનું પાવન પર્વ હોય, કેમ્પની તારીખમા ફેરફાર થશે તો વર્તમાનપત્રના માધ્યમથી જાહેર જનતાને જાણ કરવા આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત બે માસ દરમિયાન યોજાયેલ કેમ્પમા કુલ ૬૬૨ લોકો એ લાભ લીધો હતો તેમજ ૨૬૧ લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા, જ્યારે પ્રવર્તમાન માસના કેમ્પમા કુલ ૩૦૩ દર્દીઓએ લાભ લીધો હતો તેમજ કુલ ૧૬૩ લોકોના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામા આવશે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮ પર સંપર્ક કરવા જલારામ સેવા મંડળના પ્રમુખ યાદીમા જણાવ્યુ છે મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..