વાંકાનેર પંચાયતના સદસ્ય દ્વારા સાંસદને આવેદન વાંકાનેર : અતિવૃષ્ટિના કારણે વાંકાનેર તાલુકાના ગામોના ખેડૂતોને થયેલ નુકશાન બદલ સહાય કરવા બાબતે વાંકાનેર પંચાયતના સદસ્ય જિજ્ઞાસાબેન મેર દ્વારા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ આવેદનપત્રમાં જણાવાયું છે કે તાજેતરમાં ગુલાબ વાવાઝોડાંના કારણે સર્જાયલ હળવાં દબાણના કારણે ગુજરાતભરમાં અતિશય ભારે વરસાદ થયેલ છે. જેના કારણે વાંકાનેર તાલુકાના અનેક ગામડાના ખેડૂતોની ખેતપેદાશોને ખૂબ જ નુકશાન થયેલું છે. આ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ખેતીના ચોમાસું પાકો જેમ કે કપાસ, બાજરી, મગફળી, કઠોળ, તલ વગેરેમાં ખાસ્સું નુકશાન થયેલું છે. જેના કારણે આ ખેડૂતોને આર્થિક રીતે ખૂબ જ મોટી ખોટ થયેલી છે. હાલમાં તેઓ નાણાંકીય રીતે મૂંઝવણ અનુભવી રહ્યા છે. તેમને ખરેખર મદદની જરૂરિયાત ઊભી થયેલી છે. જે બાબતે તેમને મદદરૂપ થવાં સરકાર એ સહાનુભૂતિપૂર્વક વિચારવું પડે તેમ છે. તો આ રજૂઆતને ધ્યાને લઈને વાંકાનેર તાલુકાને અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત થયલો તાલુકો જાહેર કરી ખેડૂતોને થયેલ નુકશાનનો તાત્કાલિક સર્વે કરાવી તેમને યોગ્ય સહાય મળે તે માટે ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરાઇ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..