મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે વાહન ચેકીંગ દરમિયાન સ્કાય મોલ નજીકથી ઓડી કાર સર્પાકારે પસાર થતા અટકાવી તલસી લેતા અનીલભાઇ લાલજીભાઇ પરમાર, ઉ.વ.૨૫ રહે.હડમતીયા તા.ટંકારા જી.મોરબી વાળો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. ઓડી ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ ન હોય પ્રોહીબિશન એકટ અને અન્ય કલમો મુજબ ગુન્હો દાખલ કરી પોલીસે 8 લાખની કિંમતની ઓડી કાર કબ્જે લીધી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..