ટંકારા : ગઇકાલે પુસ્તક પરબ તારીખ 3 ના રોજ યોજાયું હતું. આ પરબમાં સંસ્કૃતિ પરિધાન નામે કાર્યક્રમ યોજાયો હતો. ભારત દેશ વિવિધ તહેવારો, કલાઓ અને સંસ્કૃતિનો દેશ છે. અને સાંસ્કૃતિક વારસો જાળવવો એ પહેલી ફરજ બને છે. પુસ્તકો પણ આ જ શીખવે છે. તો આવી અદ્ભૂત સંસ્કૃતિના દર્શન ઘર આંગણે પુસ્તક પરબમાં થાય તો એથી વિશેષ શું હોઈ શકે? અને નજીકના સમયમા જ દીકરીઓનો સૌથી મનગમતો તહેવાર નવરાત્રી આવી રહ્યો છે. તો આ તહેવારને અનુલક્ષીને 6થી 14 વર્ષની દીકરીઓ માટે એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં દિકરીઓએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વેશભૂષા એટલે કે ટ્રેડિશનલ લુક ધારણ કર્યો હતો. તેમજ જે વેશભૂષા કરી હોય તેને નક્કી કરેલા સમયે પરબમાં આવીને તેની વેશભૂષાને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ નિર્ણાયકો દ્વારા સ્પર્ધકોને પહેલો, બીજો, ત્રીજો નંબર આપવામાં આવ્યો હતો. અને તેને પરબ તરફથી ભેટ આપવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..