મોરબી : મોરબી જિલ્લામાં સારા રોડ રસ્તાનો જાણે શ્રાપ હોય તેમ ઠેકઠેકાણે રસ્તાઓ ભાંગીને ભુક્કો થઈ ગયા છે ત્યારે આજે જુના રફાળેશ્વર રોડ ઉપર રબડી રાજ વચ્ચે અકસ્માત સર્જવા મો ફાડીને ઉભેલી કુંડીમાં મહાકાય ડમ્પર ખાબકયુ હતું. મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર તંત્ર દ્વારા રોડ નિર્માણ કરવાનું માંડી વાળતા આ રોડ ઉપરથી નીકળવું નાના વાહનો માટે જોખમી બન્યું છે અને મોટાવાહનો પણ અહીંથી પસાર થવા ઇચ્છતા નથી એવા સંજોગોમાં આજે અહીંથી પસાર થતું એક મહાકાય ડમ્પર ભૂગર્ભની ખુલ્લી કુંડીમાં ફસાય જતા કલાકોની મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જુના રફાળેશ્વર રોડ ઉપર ગારા કિચડનું સામ્રાજ્ય છવાયું છે અને મુખ્ય રોડ ઉપર કીચડ રબડી પથરાઈ ગઈ હોવાથી લોકોને પસાર થવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય તંત્ર સત્વરે આ માર્ગની મરામત કરે તેવું સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..