મોરબીના જાંબુડિયા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા ગ્રીન ચોકમાં વરલી મટકાના આંકડા લખતા એક ઝડપાયો મોરબી : મોરબીના જાંબુડિયા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓને તાલુકા પોલીસે ઝડપી લઈ રૂ.3250ની રોકડ રકમ જપ્ત કરી હતી. જાંબુડિયા ગામે દશામાંના મંદિર નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા અશોકભાઇ પરસોતમભાઇ ઇન્દરીયા, રમેશભાઇ રાણાભાઇ ગેલડીયા, સંજયભાઇ ધરમશીભાઇ છેટાલીયા અને નવઘણભાઇ હરખાભાઇ ઇટોદરાને રોકડ રૂપીયા 3250 સાથે ઝડપી લઈ તાલુકા પોલીસે ચારેય વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી. જયારે મોરબીના ગ્રીન ચોકમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા અકરમ રહિમભાઇ રાઠોડને પોલીસે રૂપિયા 110 રોકડા અને વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો.