મોરબી : મોરબીના હાર્દ સમાં ઉમિયા સર્કલ પાસે આજે ખુલ્લી ગટરમાં એક ટ્રક બરોબરનો ફસાયો હતો. ઉમિયા સર્કલ પાસે રોડનું કામ ચાલી રહ્યું છે. પણ અણઘડ કામને લીધે હાલાકી સર્જાઈ છે. જેમાં ખાસ કરીને ભૂગર્ભ ગટર ખુલ્લી હોવાથી વાહન ચાલકો માટે જોખમી પુરવાર થઇ રહી છે.જેથી આજે આ ખુલ્લી ગટરમાં ટ્રક ફસાઈ ગયો હતો અને બાદમાં મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો.જો કે આ ખુલ્લી ગટર જોખમી હોવાથી વહેલી તકે ઉભરાતી ગટર અને ગટર ઉપર ઢાંકણું ઢાંકવા માટે તંત્ર નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..