મોરબી : મોરબીમાં વોર્ડ નં. 4ના અગ્રણીઓ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ કર્મચારીઓના ઘરે જઈ સન્માન કરવામાં આવ્યું હતું. મોરબીમાં સો ઓરડી વિસ્તાર નજીક વોર્ડ નં. 4ના કાઉન્સિલર મનસુખભાઈ મોહનભાઇ બરાસરા, જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, મનીષાબેન સોલંકી, ગીરીરાજસિહ ઝાલા, સુરેશભાઈ શિરોહીયા દ્વારા આજે ગાંધી જયંતિ નિમિત્તે આભડછેટને તિલાંજલી આપવાના હેતુથી વાલ્મિકી વાસમાં રહેતા નગપરપલિકાના સફાઈ કર્મચારીઓના ઘરે જઈ તેમનું સન્માન કરવામાં આવ્યુ હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..