મોરબી : અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા મોરબી જીલ્લા શિબિરનું કાલે રવિવારે આયોજન કરવામાં આવનાર છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વર્ષ દરમ્યાન કરાયેલ બધા કાર્યોની સમીક્ષા કરવા અને નવા વર્ષના કાર્યોના આયોજન માટે દર વર્ષે પ્રદેશ કક્ષાએ અને જીલ્લા કક્ષાએ કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવે છે. એ હેતુથી આવતીકાલ તા. 3ને રવિવારના રોજ સવારે 9-30 થી સાંજે 4-30 કલાક સુધી ત્રીમંદિર, નવલખી રોડ, જેપુર, મોરબી ખાતે મોરબી જીલ્લા શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેની રજીસ્ટ્રેશન ફી રૂ. 50 છે. કાર્યકર્તા શિબિરમાં રજીસ્ટ્રેશન તથા ચા-પાણી, ઓપનીંગ સેસન, સ્વાગત, પરિચય વિધિ, ગત વર્ષના કાર્યોની સમિક્ષા અને યુવા સંઘના સમાજ ઉત્કર્ષના કાર્યોની માહિતિ, આગામી વર્ષના કાર્યક્રમ વિશે ચર્ચા, બિઝનેશ, ગવર્મેન્ટ સ્કીમ અંગે માહિતિ કાર્યકર્તા ઘક્તર, નવા કાર્યકર્તાઓની નિમણુક અંગે પ્રદેશ હોદ્દેદારોનું માર્ગદર્શન અને સમાધાનપંચની ભૂમિકા - ભોજન વિરામ (શિબિરના સ્થળ પર), રાજપૂત મહિલાઓની વર્તમાન સ્થિતિ શિક્ષણ, સમસ્યા અને ઉકેલ, ઓપન સેશન પ્રશ્નોત્તરી, ખુલ્લી ચર્ચા -સમાપન, આભારવિધિ કરવામાં આવશે. આયોજકોએ સામાજીક ઉત્કર્ષના કાર્યોમાં રસ ધરાવતા સમાજના ભાઈઓ-બહેનોને મોરબી જીલ્લાની ચિંતન શિબિરમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..