પાન-ઈન્ડિયા અવેરનેસ પ્રોગ્રામ કેમ્પેઈન આજથી શરૂ મોરબી : મોરબી જીલ્લાના રાજપર ગામ ખાતે મોરબી જીલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા કાનુની જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓ તેમજ કાયદાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા કાર્યરત 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ 'નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટી' (નાલસા) તરફથી મળેલ સુચના મુજબ સમગ્ર દેશમાં પાન – ઈન્ડિયા અવરનેસ પ્રોગ્રામનું આયોજન તા. ૦૨/૧૦/૨૦૨૧ થી ૧૪/૧૧/૨૦૨૧ દરમ્યાન કાર્યરત કરાયેલ છે. જે અંતર્ગત મોરબી જીલ્લામાં જીલ્લા કક્ષાએ ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હોય. કેમ્પેઈનની શરૂઆત આજરોજ તા. ૦૨/૧૦/૨૦૨૧ ના રોજ કરાયેલ હતી. જેમાં મોરબી જીલ્લાના ગામ થોરાળા તેમજ મોરબી જીલ્લાના ગામ રાજપર મુકામે, મોરબી જીલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા કાનુની જાગૃતિ કાર્યકમ્ર અંતર્ગત મોરબી જીલ્લા કાનુની સેવા સતા મંડળના પેનલ એડવોકેટ શબાનાબેન ખોખર તથા પેરા લીગલ વોલેન્ટીયર્સ જયોતિબેન પટેલ દ્વારા નાલસાની જુદી – જુદી યોજનાઓ તથા ગરીબવર્ગ માટેની યોજનાઓ તેમજ કાયદાઓ વિષે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..