વાંકાનેર : વાંકાનેર, ટંકારા, ધોળકા, નડીયાદ, વસો, સુરત, ઉતર ગુજરાત, મુંબઈ સહિત ગુજરાતભરમાં વસતા સમગ્ર મોમીન સમાજને દીને ઈસ્લામની હીદાયત આપનાર હ. પીર હશન કબીરૂદીન ક્રુફ શીકન (રહે. ઉચ્ચ—શરીફ પંજાબ) અને મોમીન સમાજની મોટી ગાદીના ગાદી નશીન હ.પીર સૈયદ અબ્દુલમુત્તલીબ કાસીમઅલી (રહે. વાંકાનેર–સોરાષ્ટ્ર) નો ચાંદ—૨૭ સફર તા.૦૪/૧૦/૨૦૨૧, સોમવારના રોજ ઈશાની નમાઝ બાદ વાંકાનેર ખાતે સૂફી પરંપરા પ્રમાણે શંદલ શરીફની રસમ અદા કરવામાં આવશે. ત્યારબાદ સુંફી પરંપરા પ્રમાણે મહેફીલે શમા (કવ્વાલી) રાખેલ છે. જેમા યુ.પી.ના મશહુર કવ્વાલ સરફરાજ–રાજા એન્ડ પાર્ટી સુફી કલામ પેશ કરશે. આ પ્રસંગે દરગાહશરીફના સજજાદા નશીન તેમજ સમગ્ર મોમીન સમાજની મોટી ગાદીના ધર્મગુરૂ સૂફી સંત અલ્હાઝ પીર સૈયદ ખુરશીદહૈદર પીરઝાદા (ઉર્ફે મીરસાહેબ), ધારાસભ્ય મોહંમદજાવેદ પીરઝાદા, ઈરફાન પીરઝાદા (પૂર્વ પ્રમુખ યાર્ડ) અને સૈયદ મોઈનએહમદ મંજુરહુશૈન પીરઝાદા સહીત સમગ્ર પીરઝાદા પરીવાર અને ગુજરાતભરમાંથી અકીદતમંદો હાજર રહેશે. તો ઉર્ષ મુબારક પ્રસંગે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓને હાજર રહેવા અલ્હાજ સૈયદ શાઈરએહમદ ખુરશીદહૈદર પીરઝાદા અખબાર યાદીમાં જણાવે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..