મોરબી : મોરબીના વેજીટેબલ રોડ ઉપર લાભનગરમાં રહેતા પ્રવિણભાઇ બાબુભાઇ દેગામા નામનો યુવાન મોટર સાયકલ લઈને જતો હતો ત્યારે પુરઝડપે બાઈક હંકારતા લાલપર પાવર હાઉસની સામે નવી આર.ટી.ઓ. કચેરી નજીક બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં મોરબી તાલુકા પોલીસે મૃતકના ભાઈ અરવિંદભાઇ બાબુભાઇ દેગામાની ફરિયાદને આધારે મૃતક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..