વાંકાનેર, ટંકારા અને બી ડિવિઝન પોલીસ દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તવાઈ મોરબી : મોરબીમાં વિશાળ શ્રમિક વર્ગને કારણે દેશી દારૂના ધંધાર્થીઓ ખુલ્લે આમ દારૂની પોટલી, કોથળીનું વેચાણ કરતા હોય વાંકાનેર, ટંકારા અને સીટી બી ડિવિઝન પોલીસે દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તવાઈ ઉતારી આઠ ધંધાર્થીઓને 36 લીટર દારૂ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર કાર્યવાહીમાં સીટી બી ડિવિઝન પોલીસે લગધીર પુર રોડ ઉપરથી શોભનાબેન નવઘણ હમીરપરાને 7 લીટર, વાંકાનેર પોલીસે ઢુંવા નજીકથી મધુ ભીખા માથાસૂર્યાને 6 લીટર, ગીતા ગોવિંદ માથાસૂર્યાને 5 લીટર, વાંકાનેરના કોઠી બસ સ્ટેન્ડ પાસેથી શિતું બચુ જખણીયાને 2 લીટર સાથે ઝડપી લીધા હતા. જ્યારે ટંકારા પોલીસે ઓટાળા ગામેથી દૂધીબેન લઘુભાઈ જખાણીયાને 5 લીટર, હંસાબેન જીગ્નેશભાઈ જખાણીયાને 5 લીટર, તેમજ ભાણજી ઉર્ફે ભાણિયો ભાણા વાઘેલાને 3 લીટર તેમજ ચંપાબેન વેલજીભાઈ સાડમિયાને મિતાણા વાલાસણ રોડ ઉપરથી ત્રણ લીટર દેશી દારૂ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..