મોરબી : મોરબી જિલ્લા ખાતે સ્થાયી વૃદ્ધાશ્રમમાં વૃદ્ધદિન નિમિતે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા વૃદ્ધો સાથે રહી વૃદ્ધદિનની ઉજવણી કરવામાં આવેલ હતી તેમજ સમાજ સુરક્ષા કચેરી દ્વારા વૃદ્ધોને વ્હીલચેલ, વોકર, તેમજ સ્ટિક નું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ICDS મોરબીના સહયોગથી વૃદ્ધો માટે આધારકાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. તેમજ સિવિલ હોસ્પિટલ મોરબી ના સહયોગથી વૃદ્ધો માટે (NCD) મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપલીયા, ભરત સોલંકી, ICDS પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન ચારોલા, સિવિલ હોસ્પિટલના ડૉ.હિતેશભાઇ ભદ્રા (મેડિકલ ઓફિસર), સંસ્થાના સંચાલક શ્રી સુષ્માબેન પટણી ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..