ચરાડવા ખાતેથી સવારે 8-30 વાગ્યે જન આશીર્વાદ યાત્રાનું પ્રસ્થાન થશે મોરબી : મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો નવા મંત્રીમંડળમાં સમાવેશ થતા જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તારીખ ૩-૧૦-૨૧ ના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસમાં મંત્રી બ્રિજેશ મેરજા તારીખ ૨-૧૦-૨૧ ના રોજ હળવદ સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે. તારીખ ૩-૧૦-૨૧ ના રોજ જન આશીર્વાદ યાત્રાના કાર્યક્રમમાં સવારના ૮-૩૦ કલાકથી ચરાડવા, નીચીમાંડલ, મહેન્દ્રનગર ચોકડી, બેલા, જેતપર, અણિયારી ચોકડી, માળિયા(મી), સરવડ, મોટાભેલા, ચમનપર, રાજબાઈ મંદિર તથા શ્રીમદ રાજચંદ્ર મંદિર વાણીયા, મોટા દહિસરા, કબીર આશ્રમ નાનીવાવડી અને મોરબી શહેરની યાત્રામાં સામેલ થશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..