મોરબી : મોરબીના રાસંગપર ખાતે લાયન્સ કલબ દ્વારા સર્વીસ વીક અંતર્ગત વૃદ્ધાશ્રમના વડીલો સાથે વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ઈન્ટરનેશનલ સિનીયર્સ સીટીઝન ડે નિમિત્તે આજે તા. 1ના રોજ સેવા સર્વીસ સપ્તાહ નિમિત્તે સંગાથ સિનીયર સીટીઝન હોમ, રાસંગપર ખાતે વડીલોની સાથે પ્રાર્થના અને ધૂન બોલી વડીલ બહેનોનું સાડી તથા ભાઈઓનું શાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વડીલોને નાસ્તો કરાવી તેમની જઠરાગ્નિ ઠારી હતી. આ પ્રોજેક્ટમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ ટી. સી. ફુલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ટ્રેઝરર નાનજીભાઈ મોરડીયા, પૂર્વ પ્રેસિડેન્ટ ભીખાભાઈ લાેરિયા તથા સભ્ય મહાદેવભાઈ ચીખલીયા હાજર રહી 'સેવા પરમો ધર્મ' સૂત્રને સાર્થક કર્યું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..