મોરબી : મોરબીમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત આવતીકાલ તા. 2થી કાનુની જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા ચાલતા “આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ NALSA (સુપ્રિમ કોર્ટ) તરફથી મળેલ સૂચના મુજબ સમગ્ર દેશમાં પાન-ઇન્ડીયા અવેરનેસ પ્રોગામનુ તા. 2/10 થી તા. 14/11 દરમિયાન આયોજન કરેલ છે. જે અંતર્ગત મોરબી જીલ્લામાં પણ જીલ્લા કક્ષાએ આ ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પેઇનની શરુઆત આવતીકાલ તા. 2ના રોજથી થશે. જે અંતર્ગત મોરબી જીલ્લાના તમામ ગામડાઓમાં પેનલ એડવોકેટ અને પેરા લીગલ વોલેન્ટ્રિયસ દ્વારા કાનુની જાગૃતી કાર્યક્રમોનું આયોજન થનાર છે. આ આયોજનના અમલીકરણ માટે તથા સુચારુ સંકલન માટે કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષ સ્થાને તમામ અધીકારીઓની મીટીંગ મળી હતી. જેમાં જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચીવ આર.કે.પંડયા તથા પ્રિન્સીપલ સીનીયર સીવીલ જજ વાય.એન.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમ સચિવ આર.કે.પંડયાની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..